Establishment Date : 03/02/1971
Ph: +91 02742 (257322)
Reg.No F - 32/BK
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુરના પ્રાંગણમાં 14 સપ્ટેમ્બર 2026ના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર મુકેશભાઈ ગઢવીએ વિષય અનુરૂપ જ્ઞાન પીરસ્યું સવિશેષ આચાર્યશ્રી દ્વારા હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન કર્યું. આ કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય ડૉ. આઈ. આર. પટેલના માર્ગદર્શન હેઠળ અધ્યાપકોના સાથ સહકાર અને વિદ્યાર્થીઓની સવિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર દ્વારા તારીખ 12-09-2026 ના એચ.આઈ.વી. જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પાલનપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વસંતભાઈ લીમ્બાચીયા પાયલબેન લીંબાચીયા અને વૈશાલીબેન રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. આ જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના વસંતભાઈ લીંબાચીયા દ્વારા એચ.આઈ.વી. અને એઇડ્સ અંગેની જાગૃતિ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી. જેમાં આવા રોગ ફેલાવવાના કારણો અને તેને અટકાવવાના ઉપાયો વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા. સાથે સાથે આવા રોગ જાણવા માટેના ટેસ્ટ અને તેની ફ્રીમાં સારવારની પણ માહિતી આપવામાં આવી. જેમાં કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. શિવાની બેન ગુસાઈ દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ ડૉ. ઈશાન જોશી દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય ડૉ. આઈ. આર. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર દ્વારા તારીખ 03/09/2026ના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૉલેજના વિદ્યાર્થીઓએ આચાર્ય, પ્રોફેસર, ક્લાર્ક અને સેવકની ભૂમિકા નિભાવી હતી. આ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કૉલેજનું સંચાલન કરવામાં આવ્યું હતું. વર્ગ કાર્ય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને થયેલા અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા અને કૉલેજના આચાર્ય શ્રી ડૉ આઈ. આર. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર દ્વારા તારીખ 02-09-2026ના રોજ કોલેજના સેમિનાર હોલમાં ટેલેન્ટ સર્ચના કાર્યક્રમનું આયોજન થયું તેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાનામાં રહેલ અલગ અલગ ટેલેન્ટ ની પ્રવૃત્તિ કરવામાં આવી જેવીકે રાજસ્થાની નૃત્ય, ભરતનાટ્યમ, પંજાબી નૃત્ય, તલવાર બાજી તેમજ અલગ અલગ વિષય પર વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય ડૉ. આઇ.આર. પટેલ ના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર દ્વારા તારીખ 29-08-2026 ના રોજ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા - આજના યુગનું જીવન સૂત્ર’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. જેના મુખ્ય વક્તા શિવરામભાઈ પટેલ દ્વારા ભગવદ્ ગીતા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી તથા વિવિધ દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા તથા ઉત્તમભાઈ પટેલ હાજર રહ્યા. જેમાં કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. ધવલભાઈ કર્ણાવત દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ પ્રો. કલ્પનાબેન દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ આચાર્ય ડૉ. આઈ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ તથા તમામ અધ્યાપક મિત્રોએ આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રયાસ કર્યા.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર દ્વારા તારીખ 27-08-2026 ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમ નું એન્કરિંગ કોલેજની વિદ્યાર્થીની સોલંકી જીલ અને ગૌસ્વામી જીનલ દ્વારા કરેલ. વિદ્યાર્થીનીઓ દ્વારા તમામ ગુરુજનો અને વિદ્યાર્થી ભાઈઓને રક્ષા સૂત્ર બાંધવામાં આવેલ અને કોલેજના વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવતા અલગ અલગ વક્તવ્ય આપવામાં આવ્યું. આ પ્રસંગ અનુરૂપ મુકેશભાઈ ગઢવી સાહેબ દ્વારા રક્ષાબંધન પર્વનું ગીત રજૂ કરવામાં આવ્યું. કોલેજના આચાર્ય ડો. આઈ .આર .પટેલ દ્વારા પ્રાચીન સમયથી મહાભારતના વિવિધ દ્રષ્ટાંતો ની સુંદર અને સરળ રજૂઆત થકી વિદ્યાર્થીઓને જ્ઞાન નું રસપાન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમના અંતે આભાર વિધિ સોની દેવાંશીબેન દ્વારા રજૂ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય ડો. આઈ .આર .પટેલ સાહેબ અને અધ્યાપકો ના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓ થકી પૂર્ણ થયું.
શ્રી બી. કે. કે.પી. એસ. એમ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે કોલેજના NSS અને કોમર્સ વિભાગ દ્વારા વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. આઈ. આર. પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો શાબ્દિક પરિચય કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી, સહમંત્રીશ્રી તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાથે જોડાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, સ્વરોજગાર અને વ્યવસાયિક તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રો. મનીષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રો. નરેશભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડો. આઈ. આર. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર દ્વારા તારીખ 13-08-2026 ના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સેમિનાર યોજાયો. જેમાં ‘પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન’માંથી બનાસકાંઠા કો-ઓર્ડીનેટર વિવેકભાઈ રબારી દ્વારા વિદ્યાર્થીઓને આઈટીએઆઈ અને કરિયર મેનેજમેન્ટ વિશેની માહિતી આપવામાં આવી. જેમાં વિધાર્થીઓને સ્કિલ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. નિરાલીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ડૉ. આઈ. આર. પટેલના માર્ગદર્શન હેઠળ તમામ અધ્યાપક મિત્રો દ્વારા સફળ રહ્યો.
બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ, પાલનપુર દ્વારા સંચાલિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના સૌજન્ય ઉપક્રમે તથા NSS અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત આયોજન હેઠળ તારીખ 11-08-2026 સેમિનાર હોલ, પાલનપુર ખાતે નશા બંધી જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી, આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ તેમજ B.Ed.ના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં વિવિધ પ્રકારના નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવી નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન NSS Officer ડૉ. સતીશકુમાર એમ. પ્રજાપતિ અને પ્રો.ધવલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન બ્રહ્માકુમારી ભાવિકાબહેન અને સાથોસાથ My Bharat Portal અંગે રોહિત રાજપુરોહિત દ્વારા વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત આચાર્ય ડૉ. આઈ .આર. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રો. મનીષાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આચાર્ય ડૉ. આઈ. આર પટેલના માર્ગદર્શન હેઠળ તમામ અધ્યાપક મિત્રો દ્વારા સફળ રહ્યો.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુરના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા તા. 06/08/2026 (ગુરુવાર)ના રોજ પાલનપુર નજીક બાલારામ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને ‘હરિયાળું ગુજરાત’ના સંદેશને પ્રોત્સાહન આપવા સીડબોલ પ્લાન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં NSSના સ્વયંસેવક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ દેશી વૃક્ષોના બીજ ધરાવતા સીડ બોલ્સનું વાવેતર કર્યું તેમજ પર્યાવરણ જાળવણી, જૈવ વૈવિધ્યનું સંરક્ષણ અને વૃક્ષારોપણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
આ કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી પ્રિ. ડૉ. આઈ. આર. પટેલના માર્ગદર્શન હેઠળ તથા NSS Program Officer ડૉ. સતીશ એમ. પ્રજાપતિના આયોજન અને નેતૃત્વમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં NSS ના 50 સ્વયંસેવક વિદ્યાર્થીઓ તથા 4 અધ્યાપક હાજર રહ્યા અને સૌએ પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમના અંતે તમામ સ્વયંસેવકોએ વધુમાં વધુ વૃક્ષો ઉગે તે માટે સતત પ્રકૃતિ પ્રત્યે જવાબદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી સાથે વન ભોજન કરવામાં આવ્યું.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર દ્વારા તારીખ 29/7/2026 ના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ કોલેજના NSS અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો. કાર્યક્રમની શરૂઆત આરતી, વક્તવ્ય અને ભજનથી થઈ. વિધાર્થીઓ દ્વારા તમામ અધ્યાપકોનું પૂજન કરવામાં આવ્યું અને કોલેજના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન આપી જીવનમાં ગુરુનું મહત્વ વિશે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. છેલ્લે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય ડૉ. આઈ.આર.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ વિધાર્થીઓ અને અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર દ્વારા તારીખ 21/7/2026 ના રોજ ઉમાશંકર જોશી અને અર્નેસ્ટ હેમિંગ્વેની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડૉ. શિવાનીબેન દ્વારા ઉમાશંકર જોષી અને ડૉ. ઈશાનભાઈ દ્વારા અર્નેસ્ટ હેમિંગ્વેના જીવન અને કવન વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. આ સાથે વિદ્યાર્થીઓને વાંચન બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય શ્રી ડૉ. આઈ. આર. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ અધ્યાપક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર દ્વારા તારીખ ૨૦/૦૭/૨૦૨૬ ના રોજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડૉ. આઈ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રો.કલ્પનાબેન અને પ્રો.નિરાલીબેન દ્વારા અને આભારવિધિ પ્રો. જૈમીનભાઈ દ્વારા કરવામાં આવી હતી. તમામ વિધાર્થીઓને સૌપ્રથમ કુમકુમ તિલક અને મોં મીઠું કરી પ્રવેશ આપવામાં આવ્યો. પ્રો. મુકેશભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રો.સતિષભાઈ દ્વારા એન.એસ.એસ.ની માહિતી અને આચાર્ય સાહેબશ્રી દ્વારા કોલેજ અને સ્ટાફનો પરિચય અને વિદ્યાર્થીના સર્વાગી વિકાસ માટેના સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ સ્ટાફ અને વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમ સફળ બનાવામાં આવ્યો હતો.
BKKPSM Motto is remind students that the effort they put into their educations from the beginning – of each day, of each school year and of their educational career – will reap rewards later in life. Hardworking students become productive citizens.
Shree Banaskantha Kadva Patidar Sanskar Mandal
Gobari Road - Arvind Marg,
Jagana Road Palanpur,
Gujarat -385001
+91 02742-257322
Copyright © Shree Banaskantha Kadva Patidar Sanskar Mandal . All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com